Home Uncategorized વાયુ સેનાને નવી મજબૂતી મળતા બની વધુ સક્ષમ:સાત રાજ્યોમાં ઘુષણખોરીને નહીં મળે...

વાયુ સેનાને નવી મજબૂતી મળતા બની વધુ સક્ષમ:સાત રાજ્યોમાં ઘુષણખોરીને નહીં મળે અવકાશ 

Face Of Nation:સ્વતંત્રતા દિવસ પર ભારતીય સેનાએ મેમોરા એરબેસ(લખનઉ)માં એકીકૃત વાયુ કમાન અને નિયંત્રણ પ્રણાલી (આઈએસસીસીએએસ)ને પૂરી રીતે ઓપરેશન માટે જાહેર કરી દીધુ છે. આ એકીકૃત વાયુ કમાન અને કન્ટ્રોલ પ્રમાલીનું અપગ્રેડ વર્ઝન છે.મેમોરા એરબેસમાં લાગેલી નવી સિસ્ટમની ક્ષમતા હવામાં ઉડતી તે વસ્તુની તસવીર કેદ કરવાની છે, જે દુરબીનની મદદથી પણ ન દેખાઈ શકે.આનાથી હવાઈ સીમાની રક્ષાને નવી મજબૂતી મળશે. જો કોઈ ડ્રોન, માઈક્રો લાઈટ્સ હેલિકોપ્ટર અથવા ગુબ્બારાએ મધ્ય કમાનની વાયુ સીમામાં પ્રવેશ કર્યો તો તે તુરંત પકડમાં આવી જશે. તેની તસવીર તત્કાલ મુખ્યાલયને મળી જશે, અને તુરંત જ ઘુસણખોરને રોકવા માટે એક્શન લેવામાં આવશે.આ સિસ્ટમ મધ્ય વાયુ કમાન અને દેશના સાત રાજ્યોની વાયુ સીમાને કોઈ પણ પ્રકારના અતિક્રમણથી બચાવ કરવામાં સક્ષમ છે.આ સિસ્ટમ આવવાથી સામરિક, પરિચાલન અને યુદ્ધનીતિથી સંબંધિત તમામ અધિકારી અને વાયુ સેનાના જવાનોને નિર્ણય લેવામાં મદદ મળશે. મધ્ય વાયુ કમાન સાત રાજ્યોમાં ફેલાયેલી છે. આ સિસ્ટમ તેના પૂરા ક્ષેત્રમાં વાયુ રક્ષાને વધારશે. આ સિસ્ટમ વાયુ સેના સ્ટેશન મેમોરામાં લાગેલી છે, જેનાથી તમામ પ્રકારના હવાઈ ખતરા પર તત્કાલ એક્શન લેવામાં મદદ મળશે.