Face Of Nation:સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ગુરૂવારે INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈના રિમાન્ડ પર મોકલવાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સીબીઆઈના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદમ્બરમે તપાસમાં સહયોગ આપ્યો નથી. પૂછપરછ માટે તેમને 5 દિવસ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવે. તેનો વિરોધ કરતા ચિદમ્બરના વકીલે કહ્યું કે સીબીઆઈના કહેવા મુજબનો જવાબ ન આપવો તેને અસહયોગ કહી ન શકાય. કપિલ સિબ્બલે દલીલ કરતા જણાવ્યું હતું કે જયારે સીબીઆઈની પાસે સવાલ પણ તૈયાર નથી તો પછી રિમાન્ડ શાં માટે જોઈએ છે ?
જસ્ટિસ અજય કુમાર કુહારે કહ્યું હતું કે તથ્યોને જોતા ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલવા યોગ્ય છે. રિમાન્ડ દરમિયાન ચિદમ્બરમને વકીલ અને પરિવારજનોને રોજ 30 મિનિટ સુધી મળવાનો સમય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરની બુધવારે રાતે 10.25 વાગે સીબીઆઈએ ધરપકડ કરી હતી. રાત દરમિયાન તે સીબીઆઈના ગેસ્ટ હાઉસમાં ગ્રાઉન્ડ ફલોર પર સુઈટ નંબર-5માં રહ્યાં હતા.તુષાર મહેતાએ કહ્યું ચૂપ રહેવાનો અધિકાર બંધારણીય છે. અમને તેનાથી કોઈ વાંધો નથી. જોકે ચિદમ્બરમે તપાસમાં સહયોગ આપ્યો નથી. તે સવાલોનો જવાબથી બચતા રહ્યાં.મહેતાએ કહ્યું આ મની લોન્ડ્રિંગનો એક કલાસિક મામલો છે. અમે હાલ પણ ચાર્જશીટ સ્ટેજ પર છે. તેમની પાસે જે માહિતી છે, તે આપવામાં તેમણે સહયોગ આપ્યો નથી.તેમણે કહ્યું કે સીબીઆઈની અરજી પર પૂર્વ નાણામંત્રીની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યું કરવામાં આવ્યું હતું અને તેના આધાર પર જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું- અમે જબરજસ્તીથી નિવેદન લઈ રહ્યાં નથી, પરંતુ કેસના મૂળ સુધી જઈશું.તુષાર મહેતાએ કહ્યું આઈએનએક્સ મીડિયા ગોટાળાના ષંડયત્રમાં ચિદમ્બરમ બીજાની સાથે સામેલ હતા. તેમની કસ્ટડીમાં લઈ જઈને પુછપરછ કરવી જરૂરી છે જેથી કરીને ષંડયત્ર બહાર આવે.તેમણે કહ્યું આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા દસ્તાવેજોના આધાર પર ચિદમ્બરમની પુછપરછ કરવામાં આવશે. તપાસ યોગ્ય રીતે થાય, તેના માટે કેટલાક નિશ્ચિત સવાલોના જવાબ જાણવા જરૂરી છે.