Home Uncategorized ભારતે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી, મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો

ભારતે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી, મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો

વડાપ્રધાને કહ્યું કે, આજે 27 માર્ચ, થોડા સમય પહેલા જ ભારતે એક અનોખી સિદ્ધી મેળવી છે. ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે. અત્યાર સુધી દેશના ત્રણ દેશ- અમેરિકા, રશિયા અને ચીને જ આ સફળતા મેળવી હતી. હવે ભારત એવો ચોથો દેશ બની ગયો છે. દરેક ભારતીય માટે આ ખૂબ ગર્વની ક્ષણ છે. થોડા સમય પેલાં જ આપમાં વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂલ એલઈઓમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે.

મોદીએ કહ્યું કે, લો ઓર્બિટમાં આ લાઈવ સેટેલાઈટ જે એક પૂર્વ નિરર્ધારિત લક્ષ્ય હતું. તેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. માત્ર ત્રણ મિનિટમાં આ ઓપરેશન સફળતા પૂર્વક પુરૂ કરવામાં આવ્યું છે. ‘મિશન શક્તિ’ ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું. આ ઓપરેશન ખૂબ હાઈ ટેક્નોલોજીની ક્ષમતાથી પુરૂ કરવામાં આવ્યું છે. આ લાઈવ સેટેલાઈટને ભારત નિર્મિત એન્ટી સેટેલાઈટ એ-સેટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે.