Face Of Nation:કોહિનૂર ઇમારત મામલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેની ઇડીએ લગભગ સાડા આઠ કલાક પૂછપરછ કરી હતી. રાજ ઠાકરે સાથે તેમનો દીકરો અમિત ઠાકરે અને દીકરી ઉર્વશી પણ ઇડી ઓફિસ સુધી ગયા હતા. ઇડી ઓફિસમાં તપાસ અધિકારીઓએ રાજ ઠાકરેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી. અમિત અને ઉર્વશી ઓફિસમાં ગયા નહોતા પરંતુ નજીકની હોટલમાં રોકાયા હતા.
આ અગાઉ મહારાષ્ટ્ર પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. ઇડી ઓફિસ જતા તમામ રસ્તાઓ ખાલી કરી દેવાયા હતા અને આસપાસના વિસ્તારોમાં કોઇ પણ પ્રકારની ગાડીઓના અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો. તે સિવાય મુંબઇના દાદર, મરીન, એમઆરએ અને આઝાદ મેદાનમાં કલમ 144 લાગુ કરી દેવાઇ હતી.