Home News ભરબજારે ટ્રાફિક જમાદારને માર મરાયો,પાંચ આરોપીઓ સામે ફરિયાદ,ત્રણ પકડાયા

ભરબજારે ટ્રાફિક જમાદારને માર મરાયો,પાંચ આરોપીઓ સામે ફરિયાદ,ત્રણ પકડાયા

Face Of Nation:વિરમગામ ટાઉન પોલીસના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર પાંચ લોકોએ છરી વડે હુમલો કરી માર મારવાની ઘટના બની છે. જેના પગલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને આ ઘટના અંગે ભાજપના કાઉન્સિલર દિલિપ કાઠીના બે ભાઇ અને પુત્ર સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વિરમગામ ટાઉન પોલીસમાં ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ગિરવતસિંહ વાઘેલા ફરજ બજાવે છે. તેઓ નિત્ય ક્રમ પ્રમાણે આજે પણ બજારમાં ફરજ બજાવતા હતા.ફરજ દરમિયાન એક એક્ટિવાને હટાવવા માટે માલિકને કહ્યું હતું. જેના કારણે એક્ટિવા માલિક ગીન્નાયો હતો અને ગિરવતસિંહ સાથે બોલાચાલી કરતા તેની એક્ટિવા જપ્ત કરવામાં આવી હતી.જોકે, જેના પગલે પોતાના ચાર મિત્ર સાથે પાછો આવીને જમાદાર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ભરબજારે આ વ્યક્તિએ જમાદારને માર માર્યો હતો. આ કેસમાં પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જે પૈકી ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બે આરોપીઓ હજી ફરાર છે.