Face Of Nation:પ્રવર્તન નિદેશાલય(ED)એ જેટ એરવેઝ કેસમાં દિલ્હી અને મુંબઈમાં દરોડ પાડ્યા છે. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘર અને ઓફિસ સહિત એક ડઝનથી વધારે સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.અગાઉ પણ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની ગુરુવારે સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે(SFIO) પુછપરછ કરી હતી. ઓફિશીયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેટ એરવેઝમાં 18 હજાર કરોડના કથિત ફ્રોડ કેસમાં આ પુછપરછ કરવામાં આવી હતી. જેટ એરવેઝ હવે કંગાળ હાલમાં છે.કોર્પોરેટ મામલાઓના મંત્રાલયે જુલાઈમાં જેટ એરવેઝના કેસમાં SFIOના તપાસના આદેશ આપ્યા હતા. મોટા પાયે થયેલી છેતરપિંડી બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.