Face Of Nation:સુપ્રીમ કોર્ટ ત્રણ તલાકના કાયદાની માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને આ મામલે ચાર સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ તલાક કાયદો ગેરબંધારણીય છે.અરજી કરનારના વકીલ સલમાન ખુર્શીદે કહ્યું છે કે, આ કાયદાની માન્યતાને પરખવામાં આવશે. તેમાં મુસ્લિમ પુરુષોને ત્રણ વર્ષની સજા સહિત અન્ય જોગવાઈ યોગ્ય નથી. આ વિશે જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે સરકારને નોટિસ આપી છે.