Home Uncategorized જન્માષ્ટમીના અવસરે મથુરા બન્યું કૃષ્ણમય:દેશ-દુનિયાના બે લાખ ભક્તો ઉભરાયા

જન્માષ્ટમીના અવસરે મથુરા બન્યું કૃષ્ણમય:દેશ-દુનિયાના બે લાખ ભક્તો ઉભરાયા

Face Of Nation:મથુરા જન્માષ્ટમીના અવસરે તેને ભવ્ય રીતે શણગારાયું છે. જન્મભૂમિ પરિસરમાં સ્થિત શ્રી કેશવદેવ મંદિરમાં વિવિધ પ્રકારનાં ફૂલપત્રો તથા વસ્ત્રોમાં નિર્મિત ભવ્ય બંગલામાં ઠાકુરજીને બિરાજમાન કરાય છે. ભગવાનની પ્રાકટ્ય ભૂમિ તથા કારાગાર તરીકે પ્રસિદ્ધ ગર્ભગૃહને પ્રાચીન વાસ્તુ અનુરૂપ શણગારાય છે. તંત્ર અનુસાર ત્રણ દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં 20 લાખ શ્રદ્ધાળુઓ પહોંચશે. શહેરભરમાં 300 કલાકાર પ્રસ્તુતિ આપશે. ભક્તો આ દરમિયાન કૃષ્ણની 16 લીલાઓ જોઈ શકશે. તે ઉપરાંત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરને ભવ્ય રીતે શણગારાયું છે.

કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે વ્રજભૂમિ કૃષ્ણમય થઈ ગઈ છે. કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં શનિવારે જન્માષ્ટમી મનાવાશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આયોજનમાં દેશ-દુનિયામાંથી લગભગ બે લાખ ભક્તો મથુરા પહોંચી ગયા છે. તેમાં 5 હજાર વિદેશીઓ પણ છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં પણ તૈયારીઓ થઈ ચૂકી છે. પૂજારી શ્રીનાથ ગોસ્વામીએ જણાવ્યું કે રાત્રે 12 વાગ્યે ઠાકુરજીનો મહાભિષેક થશે. પછી મંગળા આરતી થશે. પ્રેમમંદિરમાં 1000 શંખોના ધ્વનિ સાથે અભિષેક થશે.