Home Uncategorized પીએમ મોદીને યુએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન: ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરાયા

પીએમ મોદીને યુએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન: ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરાયા

Face Of Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. યુએઈના ક્રાઉન પ્રિંસ શેખ મહમદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો બદલ પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ પહેલા ‘ઓર્ડર ઓફ ઝાયદ’થી અનેક વિશ્વ નેતાઓને સન્માનિત કરાયા છે. ચીન, રશિયાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના મહારાણીને સન્માનિત કરાયા છે. યૂએઈએ એપ્રિલમાં પીએમ મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.