Home Uncategorized શહેરમાં શુક્રવારથી ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે

શહેરમાં શુક્રવારથી ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે

શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાનો આકરો તાપ શરૂ થઇ ગયો છે. બપોરના સમયગાળામાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા છોડતા હોઇ મહત્તમ તાપમાનનો પારો રાજ્યના કેટલાંક શહેરોમાં ૪૦ ડિગ્રીની પાર પહોંચી રહ્યો છે. અમદાવાદ પણ ચામડીને દઝાડતી ગરમી અનુભવાઇ રહી છે. આગામી શુક્રવારથી શહેરમાં ગરમીનો પારો વધુ ઉંચકાઇને ૪૧થી ૪ર ડિગ્રીની વચ્ચે રહેશે, તેવી આગાહી વ્યક્ત કરાઇ છે.

અમદાવાદીઓ લાંબા સમયથી ડબલ કે ટ્રિપલ સિઝનના કારણે હેરાન થતા હતા. અાવી સિઝન ઘાતક સ્વાઇન ફલૂનો ચેપ ફેલાવવા માટે મદદરૂપ થતી હતી. ઉપરાંત વાઇરલ ઇન્ફેકશનનો પણ નાગરિકો ભોગ બનતા હતા. જોકે હવે સવારથી હવામાનમાં ગરમી અનુભવાઇ રહી છે. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન રર.ર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. જ્યારે ગઇ કાલે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચ્યું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.

શહેરમાં ગરમીની તીવ્રતામાં વધારો તો થયો જ છે. પરંતુ આગામી શુક્રવારથી ગરમી ૪૧ થી ૩ર ડિગ્રીની વચ્ચે રહે તેવી શક્યતા છે. એટલે કે આગામી સપ્તાહમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દશ વર્ષમાં ગરમીનો રેકોર્ડ ગત તા.ર૧ માર્ચ, ર૦૧૦એ ૪૩ ડિગ્રી નોંધાયો હતો. આ રેકોર્ડ આ વર્ષે તૂટે તેમ લાગતું નથી. પરંતુ ગત તા.૩૧ માર્ચ, ર૦૧૮એ નોંધાયેલી ૪૧.૪ ડિગ્રી ગરમીનો રેકોર્ડ આ વખતે તૂટશે તેવી શક્યતા છે.