Home Uncategorized દિલ્હી:અરુણ જેટલીના બપોરે બે વાગ્યે નિગમબોધ ઘાટ પર થશે અંતિમ સંસ્કાર

દિલ્હી:અરુણ જેટલીના બપોરે બે વાગ્યે નિગમબોધ ઘાટ પર થશે અંતિમ સંસ્કાર

Face Of Nation:નવી દિલ્હી પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ ઘાટ પર બપોરે બે વાગ્યે કરવામાં આવશે. પાર્ટી કાર્યકર્તા અને અન્ય લોકો અરુણ જેટલીના અંતિમ દર્શન કરી શકે તે માટે આજે સવારે 10 વાગ્યે ભાજપના હેડક્વાર્ટરમાં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે. જેટલીનું નિધન શનિવારે 12 વાગ્યાના સાત મિનિટ પર દિલ્હીની એઇમ્સમાં થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ નવ ઓગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ થયા હતા.

નોંધનીય છે કે મે 2018માં જેટલીનું અમેરિકામાં કિડની પ્રત્યારોપણ થયુ હતું. ત્યારબાદ જેટલીની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા અને મંત્રાલયનો કાર્યભાર છોડવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જેટલીએ પોતે જ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની જાણકારી આપી હતી.