Home News આઇપીએસ વિશ્વકર્માએ કમિશ્નરના હોદ્દાની આબરૂ કાઢી, નમાલા પત્રકારો અને આંધળી સરકારને કારણે...

આઇપીએસ વિશ્વકર્માએ કમિશ્નરના હોદ્દાની આબરૂ કાઢી, નમાલા પત્રકારો અને આંધળી સરકારને કારણે અધિકારીઓ બેફામ

Face Of Nation : પત્રકારને ધમકી આપીને આઇપીએસ અધિકારી અમિત વિશ્વકર્માએ પોતાની માનસિકતા છતી કરી દીધી છે. આ અધિકારી પ્રજાના પ્રશ્નોને કે પ્રજાને સાંભળવામાં શું ઉદાસીનતા દાખવશે તે એક મોટો સવાલ છે. ખરેખર એ વાત કહેવામાં કોઈ બે મત નથી કે નમાલા પત્રકારો અને આંધળી સરકારને કારણે આવા અધિકારો બેફામ બની રહ્યા છે. જે અધિકારી પત્રકાર ઉપર પોતાની વર્દીનો રુઆબ છાંટે તે પ્રજાને તો શું ગણતા હશે તે એક સવાલ છે.
સામાન્ય રીતે કોઈ પણ ધંધા રોજગારમાં યુનિયન હોય છે પરંતુ પત્રકારો જ એક એવા છે જેમનામાં તટસ્થ યુનિયન જેવું કાંઈ નથી જેને કારણે આખા ગામના સમાચારોને વાચા આપતા પત્રકાર સાથે કોઈ ઘટના બને છે ત્યારે કોઈ એકઠા થઈને તેનો વિરોધ કરતા નથી પરીણામે અધિકારીઓ અને સરકારને મનફાવે તેમ કરવા મોકળું મેદાન મળી જાય છે. અમદાવાદમાં પણ તાજેતરમાં એક એવી ઘટના ઘટી કે જેણે પત્રકાર જગતની આબરૂ કાઢી. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરનો ચાર્જ સાંભળતા અને જોઈન્ટ પોલીસ કમિશનર એવા અમિત વિશ્વકર્માને પોતાની વર્દી અને ખુરશીનો રોફ એવો ચઢી ગયો કે ઉન્માદમાં આવીને તેમણે એક પ્રતિષ્ઠિત અખબારના પત્રકારને ધમકાવી નાખ્યો. આટલેથી નહીં અટકેલા આ અધિકારીએ પત્રકારને જોઈ લેવાની પણ ધમકી આપી. અરે વિશ્વકર્મા એ જાણતા હતા કે કેમ કે તેમના આ વર્તનને લીધે કમિશ્નરના હોદ્દાની આબરૂ ગઈ. પોલીસ કમિશનર એ.કે.સિંહ ખુબ જ પ્રતિભાશાળી અને નિર્માની વ્યક્તિ છે. તેઓએ તેમના કામકાજ અને પોતાનામાં રહેલા પ્રજાપ્રેમથી લોકોના દિલ જીતી લીધા છે પરંતુ તેઓ રજા ઉપર હોવાથી તેમનો ચાર્જ જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વકર્માને સોંપાતા જ તેઓએ પોતાના વર્તનને લઈને કમિશનરના હોદ્દાની આબરૂ કાઢી તેમ કહેવામાં કોઈ બે મત નથી. આવી ગંભીર ઘટના છતાં સરકારે આ આઇપીએસ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કે તેની બદલી કરવાનું પણ મુનાસીબ માન્યું નથી તે ખુબ જ શરમજનક કહેવાય. નમાલા પત્રકારોને કારણે આવા અધિકારીઓ બેફામ બની ગયા છે અને આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં પણ સરકાર વામણી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.