Home Uncategorized ઓહ માય ગોડ : હવે નીલકંઠને લઈને શરૂ થઈ બબાલ, કોઈ કહે...

ઓહ માય ગોડ : હવે નીલકંઠને લઈને શરૂ થઈ બબાલ, કોઈ કહે શિવ કોઈ કહે સ્વામિનારાયણ

Face Of Nation : ભારત દેશ એક ધાર્મિકતાનો દેશ છે. જ્યાં ઘણા ધર્મો અને ઘણા ભગવાનોના સ્થાન આવેલા છે. વિદ્વાન મનાતા કથાકાર મોરારી બાપુએ તેમની કથામાં નીલકંઠને લઈને આપેલા નિવેદનને લઈને હોબાળો થયો છે. નીલકંઠની ઓળખને લઈને હવે વિવાદ શરૂ થતા ભગવાનના નામે પણ હવે લોકો સામ સામે આવવા લાગ્યા હોય તેવું વાતાવરણ ઉભું થયું છે. મોરારીબાપુના જણાવ્યા પ્રમાણે નીલકંઠ શિવ છે અને તેમના સમર્થકો પણ તેમની વાત માને છે તો બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના જણાવ્યા પ્રમાણે નીલકંઠ એ ભગવાન સ્વામિનારાયણ છે અને તેમના સમર્થકો પણ તેમની વાત માને છે. હવે નીલકંઠને લઈને એક નવી ધાર્મિક બબાલ શરૂ થઈ છે.
સામાન્ય રીતે ભારતમાં વસનારા લોકો ધાર્મિક વિચારોથી જ જોડાયેલા છે. કોઈ પણ સારા નરસા કાર્યની શરૂઆત તેઓ ધાર્મિકતાથી જ કરતા હોય છે.જીવનમાં થતા ચઢાવ ઉતારને પણ તેઓ ધાર્મિક્તાની દ્રષ્ટિએ જ જોતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ બને કે જેમાં ભગવાનની ઓળખને લઈને વિવાદ ઉભો થઇ જાય તે ખુબ જ શરમજનક બાબત છે. લોકો એક તરફ એમ કહે છે કે ભગવાન એક જ છે પરંતુ માણસોએ તેને જુદા જુદા ધર્મ અને નામમાં વણી લીધો છે તો બીજી બાજુ લોકો એમ પણ કહે છે કે અમે જેની પૂજા કરીએ છીએ એ જ સાચો ભગવાન છે. જો કે આજના વિવાદોથી ખરેખર એક સવાલ થઇ જાય કે ભગવાન ક્યાં છે ? જયારે તેની ઓળખ ઉપર વિવાદ શરૂ થઇ ગયો છે.
સામાન્ય રીતે વાત કરીએ તો મહાદેવ ને નીલકંઠ પણ કહેવામાં આવે છે. ભગવાન એ કોઈની માલિકીના નથી કે ભગવાન ઉપર માલિકીનો કોઈ દાવો પણ ન કરી શકે. ભારત દેશમાં જયારે સ્વંતંત્રતાની વાતો થતી હોય ત્યારે સૌ સૌના મંતવ્યો અને વિચારો અલગ હોઈ શકે તેમાં વિવાદ જરૂરી નથી. છતાં અહીં કોઈ ધર્મ ઉપર જયારે કઈ લખાય છે, બોલાય છે ત્યારે વિરોધના નામે વિવાદ ઉભો કરી દેવામાં આવે છે. આજે ખુદ જયારે નીલકંઠ શબ્દ ઉપર વિવાદ ઉભો થયો છે ત્યારે ખરા અર્થમાં ઓહ માય ગોડ ફિલ્મ જેવું દ્રશ્ય ખડું થયું હોય તેમ લાગી રહ્યું છે. લોકો ભગવાનની ઓળખ માટે ચર્ચામાં, બબાલમાં અને વિવાદમાં ઉતરી રહ્યા છે. જો કે ધાર્મિક મામલો હોઈ કોઈ ટીકા ટિપ્પણી ન કરી શકાય.
જાણીતા રામકથાકાર મોરારિબાપુએ ભગવાન નીલકંઠવર્ણી વિષે વ્યાસપીઠ પરથી કરેલી ટિપ્પણીઓનો વિવાદ વધુ વકર્યો છે. નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર અને જે ઝેર પીવે એ જ નીલકંઠ અને બાકી લાડુડી ખાય તે નકલી નીલકંઠ એવી ઠેકડી ઉડાડતી ટિપ્પણી કરવા બદલ મોરારિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હરિભક્તોના નિશાના પર આવ્યા છે. આવી ટિપ્પણી કરવા બદલ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના તમામ પંથો એક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ થયા બાદ મોરારિબાપુએ એક નિવેદન જારી કરીને કોઈનું પણ મન દુભાયું હોય તો ‘મિચ્છામી દુક્કડમ્’ કહું છું તેવો વીડિયો જારી કર્યો હતો. પરંતુ આ વીડિયોમાં મોરારિબાપુના હાવભાવ જોઈને ફરી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા હરિભક્તોમાં રોષ ફેલાયો છે.દુક્કડમ્’ કહું છું તેવો વીડિયો જારી કર્યો હતો. પરંતુ આ વીડિયોમાં મોરારિબાપુના હાવભાવ જોઈને ફરી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા હરિભક્તોમાં રોષ ફેલાયો છે.