Face Of Nation, Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલના સંદર્ભને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે ગુજરાતમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘રાજ્યમાં આગામી રવિવારે જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે. જનતા કર્ફ્યૂ અંતર્ગત એસટી. સીટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની AMTS અને BRTSની સુવિધાઓ પણ જનતા કર્ફ્યૂના દિવસે બંધ રહેશે. લોકો સાંજે 5 વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે’