Home Uncategorized કોરોનાથી મહારાષ્ટ્ર અને બિહારમાં બેનાં મોત, ચાર રાજ્યોમાં 31 માર્ચ સુધી લોકડાઉન

કોરોનાથી મહારાષ્ટ્ર અને બિહારમાં બેનાં મોત, ચાર રાજ્યોમાં 31 માર્ચ સુધી લોકડાઉન

Face Of Nation : રવિવારે કોરોના વાયરસના સંક્રમણથી પિડિત વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શનિવારે રાત્રે મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં 64 વર્ષના એક વૃદ્ધનું કોરોના સંક્રમણને લીધે મૃત્યુ નીપજ્યું હતું. તેમને કોરોના સંક્રમણ લાગુ થયું હોવાની પુષ્ટિ થયા બાદ સારવાર ચાલી રહી હતી. આ ઉપરાંત તેઓ ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગથી પણ પીડિત હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુઆંક 5 થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં આ બીજું મોત છે. બીજી બાજુ બિહારમાં પણ કોરોનાને કારણે એક વ્યક્તિનું મોટ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વધતી જતી કોરોનાના કેરની સ્થિતિને લઈને ચાર ગુજરાત, રાજસ્થાન, પંજાબ, વેસ્ટ બંગાળમાં 31 માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કર્ણાટકના કલબુર્ગી, દિલ્હી અને પંજાબના નવાશહરમાં પણ કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં બુલઢાણામાં પણ એક બિમાર વૃદ્ધે આખરી દમ લીધો હતો. જોકે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાથી મૃત્યુ અન્ય કારણથી થયું હોવાનું જણાયું હતું. દરમિયાન, છેલ્લાં ચોવીશ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધુ 10 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 6 મુંબઈમાં અને 4 પુણેમાં છે.