Home News સંપર્કમાં આવ્યા હોવાની જાણ થાય તે હેતુથી કોરોનાના દર્દીઓના નામ જાહેર કરાશે

સંપર્કમાં આવ્યા હોવાની જાણ થાય તે હેતુથી કોરોનાના દર્દીઓના નામ જાહેર કરાશે

Face Of Nation, Gandhinagar : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. આ નામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં આવેલા લોકોને જાણ થશે. જેથી તેઓ સામેથી સરકારી હોસ્પિટલમાં આવે અને ટેસ્ટ કરાવે. આ પ્રકારના લોકોને તાત્કાલિક સારવાર મળે અને બીજાને ચેપ ન લાગે અને વ્યાપ અટકાવવા માટે નિર્ણય લેવાશે. રાજ્યમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.