Face Of Nation : કોરોના વાયરસનો ભય આખા વિશ્વને સતાવી રહ્યો છે ત્યારે આ રોગથી બચવા માટે લોકોએ ભેગા થવાનું ટાળવું જોઈએ જેને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી અને સાંજે પાંચ વાગે મેડિકલ, પોલીસ અને પત્રકાર સેવામાં ફરજ બજાવતા લોકો માટે પાંચ મિનિટ ઘરના આંગણે કે ઘરના ધાબે જઈને થાળી વગાડીને કે તાલી પાડીને તેમનો આભાર વ્યક્ત કરવા માટેની જાહેરાત કરી હતી પરંતુ એક દિવસના જનતા કર્ફ્યુમાં લોકોએ પાંચ વાગે જાણે કે કોરોનાથી આઝાદી મળી ગઈ હોય તેમ થાળી વેલણ અને ઢોલ-નગારા સાથે સરઘસ કાઢ્યું હતું। આનંદના ઉન્માદ અને ઉત્સાહમાં આવીને કેટલાક લોકોએ કરેલું આ કાર્ય ખરેખર શરમજનક છે. કારણ કે એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી ગંભીર અને ચિંતીતી છે ત્યારે બીજી બાજુ આ પ્રકારનો ઉન્માદ કદાપિ યોગ્ય નથી. સરઘસ કાઢનારાઓ અને આ પ્રકારની પ્રવુતિ કરનારાઓ માટે આ એક શરમજનક બાબત કહેવામાં કોઈ બે મત નથી.