Face Of Nation : કોરોના વાયરસે સમગ્ર દેશના સરકારી તંત્રને ઊંઘમાં રાખીને પોતાનો ફેલાવો ચિંતાજનક રીતે વધારી દીધો છે. વિશ્વ સત્તા ગણાતા અમેરિકા જેવો દેશ પણ કોરોનાના ફેલાવાને રોકવામાં થાપ ખાઈ ગયો છે જેનું મુખ્ય કારણ એ છે કે જયારે કોરોના વાઇરસના દર્દીની શરૂઆત થઈ ત્યારે અમેરિકાની સરકારે તેને ગંભીરતાથી લીધો નહિ બીજી બાજુ અન્ય ઇટાલી સહિતના દેશો પણ આ રોગના દર્દીઓ વધવા છતાં તેને અટકાવવામાં થાપ ખાઈ ગયો છે. વિશ્વના દેશોએ લોકડાઉન કર્યું તે વહેલા કરવાની જરૂરિયાત હતી. જો આ કેસની ગંભીરતા સમજીને વિશ્વના દેશોએ તાત્કાલિક લોકડાઉન કર્યું હોત તો આ વાઇરસના ફેલાવા ઉપર કાબુ મેળવી શકાયો હોત જો કે ભારતની સરકારે અન્ય દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને આ કેસને ગંભીરતાથી લઈ તાત્કાલિક લોકડાઉન શરૂ કરી દીધું છે પરંતુ પ્રજા આ મામલે ગંભીર જણાતી નથી. પ્રજાએ ખરેખર સરકારની તમામ જાહેરાતોનું પાલન કરવું જરૂરી બન્યું છે નહીતો આ કેસ વધતા વાર નહિ લાગે. આ કેસની ગંભીરતા જો પ્રજા નહીં સમજે તો દિવસે દિવસે વધુને વધુ લોકોને આ વાઇરસ તેના સકંજામાં લઈ લેશે પરિણામે કેસના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભારતની સરકાર વહેલી જાગી છે અને તેણે અન્ય દેશોની માફક લોક ડાઉન શરૂ કરી દીધું છે પરંતુ પ્રજાને તેની ગંભીરતા જણાઈ રહી નથી અને પ્રજા રોડ ઉપર ઉતરી રહી છે તે ઘણી ચિંતાજનક બાબત છે. જેથી પ્રજા હાલની પરિસ્થિતિને સમજીને ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે તે અત્યંત જરૂરી બન્યું છે.