Home Crime સાવધાન : વોટ્સએપમાં ખોટા મેસેજો ફોરવર્ડ કે ફરતા કરનાર વિરુદ્ધ ગુનો નોંધાશે

સાવધાન : વોટ્સએપમાં ખોટા મેસેજો ફોરવર્ડ કે ફરતા કરનાર વિરુદ્ધ ગુનો નોંધાશે

Face Of Nation : કોરોનાને લઈને હાલ સમગ્ર વિશ્વ ચિંતીત છે ત્યારે સોશિયલ સાઇટ્સ ઉપર અનેક મેસેજ ફરી રહ્યા છે. લોકો આ કેસની ગંભીરતા સમજ્યા વિના કે મેસેજની ચકાસણી કર્યા વિના તેને ફોરવર્ડ કરી રહ્યા છે અને ખોટા મેસેજો વાઇરલ કરી રહ્યા છે. ગોધરામાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ હોવાનો મેસેજ વોટ્સએપમાં વાયરલ કરનાર ચિરાગ દેસાઈ નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધવામાં આવી છે. વોટ્સએપમાં લોકો જાણ્યા, સમજ્યા વિના મેસેજો ફોરવર્ડ કરીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરે છે ત્યારે ક્યારેક આવી કામગીરીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે જેથી પોલીસે આ મામલે સખ્તાઈ દાખવીને વોટ્સએપ સહિતની સોશિયલ સાઇટ્સ ઉપર બાજ નજર રાખવાની શરૂઆત કરી છે. પોલીસ હાલ સોશિયલ સાઇટ્સ ઉપર મેસેજો ફરતા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી રહી છે અને લોકોને ખોટા પ્રચારથી દૂર રહેવા સમજાવી રહી છે.