Home Uncategorized લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ ‘કડક’ બની, બેરેહમીથી લોકોને માર્યા, જુઓ Video

લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ ‘કડક’ બની, બેરેહમીથી લોકોને માર્યા, જુઓ Video

Face Of Nation : સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું પાલન કરવા માટે પ્રજા આગળ સરકાર વારંવાર વિનંતી કરી રહી છે. જે રીતે આ રોગના દર્દીઓ વધી રહ્યા છે તે જોતા સરકાર અને તંત્ર તેને અટકાવવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે તેમાં સહકાર આપવો તે દરેક નાગરીકની ફરજ બને છે. હાલ એક વિડીયો સામે આવ્યો છે જે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પોલીસ કર્મચારીઓ કેટલી બેરેહમીથી એક વ્યક્તિને મારી રહ્યા છે. આ વિડીયો નવસારીનો હોવાનું માનવામાં આવે છે અને તે કોઈ દવાની દુકાન કે હોસ્પિટલના કેમેરામાંથી લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિડીયો ગમે તે વિસ્તારનો હોય પરંતુ પોલીસ જે રીતે એક વ્યક્તિને બેરહેમીથી મારી રહી છે તે કદાપિ યોગ્ય નથી. મહામારીનો ભય આખા વિશ્વને છે ત્યારે પોલીસે સંયમતાથી કામ લેવું અત્યંત જરૂરી છે. પોલીસને ઠીક ન લાગે ત્યાં કાયદેસર કાર્યવાહી કરીને કે ગુનો નોંધીને તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે પરંતુ આ રીતે નિષ્ઠુર થઈને માર મારવો તે કદાપિ યોગ્ય નથી. પોલીસની વર્દી અને પોલીસ પાસે સત્તા છે તે જોઈને આમ નાગરિક મજબૂરીમાં માર ખાઈ લે તેનો મતલબ એ નથી કે તે કમજોર છે પરંતુ તે તમારો, કાયદાનો અને વર્દીનો આદર કરે છે અને પોલીસ તેમની વર્દીના જોરે આમ કોઈ નાગરિક ઉપર અમાનુષી અત્યાચાર કરે તે કદાપિ યોગ્ય નથી. શહેરની પોલીસ સંયમથી કામ લે તે જરૂરી બન્યું છે સાથે જ પ્રજાએ પણ તંત્રને સહકાર આપવો જરૂરી બન્યો છે. જો કે પ્રજા જયારે કોઈ કામગીરીને લઈને બહાર નીકળે ત્યારે તેના કારણો જાણ્યા વિના તેની સાથે અયોગ્ય વહેવાર ન કરવા પણ પોલીસ કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ.