Face Of Nation : સરકાર અને પોલીસ તંત્ર દ્વારા રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જે લોકો આ લોકડાઉનના આદેશનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૂરિયાત વિના ઘર બહાર નીકળનારાઓ સામે પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. સરખેજ સહીત અનેક વિસ્તારોમાં પોલીસે કાયદાનું પાલન નહીં કરનારા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જીવન જરૂરીયાત અને ઇમર્જન્સી સેવા સિવાય બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા છે. શહેરના ઘાટલોડિયા, નારણપુરા, સાયન્સસીટી, મોટેરા, બોપલ, સાબરમતી સહીત નદી પારના તમામ વિસ્તારોમાં લોકોએ પોતાની સોસાયટીઓના ગેટ બંધ કરી દીધા છે. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાય તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રહ્યા છે.