Home News ITR ભરવાની તારીખ 30 જૂન સુધી વધારી, નુકસાનની ભરપાઈ રોકવા આર્થિક પેકેજ...

ITR ભરવાની તારીખ 30 જૂન સુધી વધારી, નુકસાનની ભરપાઈ રોકવા આર્થિક પેકેજ જાહેર કરાશે

Face Of Nation : લોકડાઉનના પગલે આઇટી ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે તમામ રાજ્યોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. કોરોનાવાઈરસ ફેલાવવાના કારણે થતા નુકસાનની ભરપાઈ રોકવા માટે સરકાર એક આર્થિક પેકેજ લાવવાની યોજના બનાવી રહી છે. નાણાંમંત્રીએ એક ટ્વીટમાં પેકજ તરફ સંકેત આપ્યો હતો. નાણાંમંત્રીએ કહ્યું વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા તે નિયમો પર પ્રેસ કોન્ફોરન્સ કરશે. કોરોનાવાઈરસ ફેલાતા પહેલા દેશની અર્થવ્યવસ્થા સુસ્તીમાં જઈ ચુકી હતી. કોવિડ 19 ફેલાયા બાદ અર્થવ્યવસ્થાની સામે મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. નાણાં મંત્રાલય અને આરબીઆઈ લિક્વિડિટી વધારવા માટે ઘણાં પગલાઓ ભરી રહ્યાં છે. સંક્રમણ વધવાને કારણે દેશના લગભગ તમામ રાજ્યોમાં લોક ડાઉન લાગી ચુક્યુ છે અને કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ પણ લાગ્યો છે. આ કારણે ઈન્ડસ્ટ્રીની ઉપર ખરાબ અસર પડી રહી છે.