Face Of Nation : લોકડાઉનમાં લોકો અનેક જુદા જુદા બહાના કાઢીને ઘરની બહાર નીકળી રહ્યા છે પરિણામે પોલીસની લાઠીનો ભોગ બની રહ્યા છે. સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ બાદ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ રાજ્યોમાં આ લોકડાઉનની અસર જોવા મળી રહી છે ત્યારે સોશિયલ સાઇટ્સ ઉપર એક વિડિઓ જાહેર થયો છે. આ વિડિઓ પ્રમાણે એક નવી નક્કોર ઇનોવા ગાડી લઈને ચાર થી પાંચ વ્યક્તિઓ નીકળે છે અને તેમાંથી પોલીસ તમામને બહાર કાઢીને ઝૂડી નાખે છે. આ વિડિઓ ગુજરાત બહારના રાજ્યનો હોવાનું લાગી રહ્યું છે. પરંતુ વીડિયોમાં દેખાઈ રહેલી ફૂલહાર ચઢાવેલી ગાડી લઈને નીકળેલા લોકોને ખબર નહીં હોય કે આજે પોલીસ બરાબર પ્રસાદી આપશે.
https://youtu.be/Hnxde21hfag