Face Of Nation : શહેરના રસ્તાઓ ઉપર લોકો બિનજરૂરી ટહેલવા નીકળતા પોલીસને લાઠીની ભાષા અપનાવવાની ફરજ પડી હતી. જો કે કેટલીક જગ્યાએ કેટલાક લોકો કામ માટે બહાર નીકળ્યા હોવા છતાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાતા તેમને પણ લાઠીનો ભોગ બનવું પડ્યું હતું. હાલ સમગ્ર શહેર લોક ડાઉન છે ત્યારે શહેરના માર્ગો ઉપર સિવિલ ડિફેન્સના કર્મચારીઓ સેવાર્થે આવ્યા છે. ઘરની બહાર નીકળતા લોકોને આ કર્મચારીઓ સમજાવીને પાછા ઘરે મોકલી રહ્યા છે. સિવિલ ડિફેન્સની કામગીરી અનેક આફત સમયે સામે આવી છે ત્યારે દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વધુ એક વાર સિવિલ ડિફેન્સના લોકો રસ્તા ઉપર આવીને રાષ્ટ્ર સેવામાં તેમનો સહયોગ પુરો પાડી રહ્યા છે.