Home Uncategorized લોકડાઉનનું ઉલ્લંઘન થશે તો ગોળી મારવાનો આદેશ આપવો પડશે, જાણો ક્યાં મુખ્યમંત્રીએ...

લોકડાઉનનું ઉલ્લંઘન થશે તો ગોળી મારવાનો આદેશ આપવો પડશે, જાણો ક્યાં મુખ્યમંત્રીએ કહ્યું

Face Of Nation : લોકડાઉનના આદેશને લોકો ગંભીરતાથી લઈ રહ્યા નથી પરિણામે ના છૂટકે સરકાર, પોલીસ અને તંત્રને કડક હાથે કામગીરી કરવાની ફરજ પડે છે. છેલ્લા બે દિવસમાં અનેક શહેરોમાં પોલીસે બહાર નીકળતા લોકોને રીતસરના ધોઈ નાખ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જો કે પોલીસને પણ ના છૂટકે આવી કાર્યવાહી કરવી પડી છે કારણ કે લોકો કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વિના કોઈ પણ પ્રકારના બહાના બતાવીને ટહેલવા નીકળી પળે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે. બીજી બાજુ ગુજરાત BTPના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ શોશ્યલ મીડિયામાં લખ્યું છે કે, લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ.
તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ સાથે બીજા નંબરે છે. સમગ્ર દેશમાં સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 567 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે.