Face Of Nation : સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 588 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 112 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 109 કેસ સાથે બીજા નંબરે છે. મધ્યપ્રદેશમાં જબલપુર, ભોપાલ બાદ બુધવારે ઈન્દોર અને ઉજ્જૈનમાં પણ કોરોના વાઈરસના સંક્રમિત દર્દી મળ્યા છે. ઈન્દોરમાં પોઝિટિવ મળ્યા 4 દર્દીમાંથી ૩ એક જ પરિવારના છે, જેમાંથી ગત દિવસો ઋષિકેશથી પાછા આવ્યા હતા. મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી 277 ભારતીયોને લઈને દિલ્હીને પહોંચ્યુું છે. છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારે એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાવા પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ સ્થાનિક દર્દીઓ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં છ અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. સાબરકાંઠાના ઇડડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યમાં 1.5 વર્ષ સુધી ચાલી શકે તેટલો અનાજનો જથ્થો છે.