Face Of Nation : કોરોનાને લઈ આખો દેશ લોકડાઉન સ્થિતિમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કહેર સામે લડવા માટે ગુજરાતભરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોસાયટીઓ પોતાના વિસ્તારમાં ગરીબ લોકો અને જરૂરી ચીજો થી વંચિત લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેમજ કેટલાક યુવાઓ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિત અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ આ ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા અને જીવનજરૂરી ચીજો પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે. આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો
– A/C NAME : CHIEF MINISTER’S RELIEF FUND
– A/C NO. 10354901554
– SAVINGS BANK ACCOUNT
– SBI , NSC BRANCH (08434)
– IFSC: SBIN0008434