Face Of Nation : વિશ્વના અનેક દેશો કોરોનાને અટકાવવા અર્થાગ પ્રયાસો કરી રહ્યા છે તેમજ તેમના દેશવાસીઓને લોકડાઉનમાં યથાશક્તિ મુજબ મદદ કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ તેના નાગરિકો માટે અને કોરોના સામે લડવા બે લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવાની વિચારણા હાથ ધરી છે. જેને લઈને નેતાઓ સાથે મિટિંગ કરીને આ બાબતે ચર્ચા અને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પેકેજ અંગેની જાહેરાત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ પેકેજમાંથી મોટાભાગના તમામ અમેરિકી નાગરિકોને સીધા તેમના એકાઉન્ટમાં ડોલર ટ્રાન્સફર કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આશા છે કે, આ પેકેજ અમેરિકનોની મદદ કરશે અને આપણા દેશમાં ફરીથી લોકોએ કામ ઉપર પાછા ફરવું પડશે નહીતો તેને ફરીથી ચાલુ કરવું ખુબ મુશ્કેલભર્યું બની રહેશે. લોકડાઉનને લઈને અગાઉ અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે દેશ બરબાદ થઈ શકે છે.