Home News કોરોનાએ અમેરીકાની ‘ફાસ્ટ’ લાઈફ ‘સ્ટોપ’ કરી, લોકો સ્વેચ્છાએ ઘરમાં કેદ, જુઓ બોસ્ટનનો...

કોરોનાએ અમેરીકાની ‘ફાસ્ટ’ લાઈફ ‘સ્ટોપ’ કરી, લોકો સ્વેચ્છાએ ઘરમાં કેદ, જુઓ બોસ્ટનનો Video

Face Of Nation : કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. WHOએ ચેતવણી આપી છે કે, ઈટાલી પછી અમેરીકા મહામારીનું કેન્દ્ર બની શકે છે, ઈટાલીમાં 24 કલાકમાં 743 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબજ ઝડપી ગતિએ વધુ રહ્યું છે. દેશમાં પ્રથમ કેસ 21 જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં 782 લોકોના મોત થયા છે અને કુલ 54867 કેસ પોઝિટિવ છે. સીએનએનના રિપોર્ટ મુજબ 4 માર્ચથી સંક્રમણના કેસ 23% ના દરે વધ્યા છે. 18થી 19 માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં 51 ટકાની વૃદ્ધી થઈ છે. અમેરિકન સરકારે સત્તાવાર લોકડાઉન જાહેર કર્યું નથી તેમ છતાં ગભરાટના માર્યા લોકો ઘરમાં કેદ થઇ રહ્યા છે અને રસ્તા ઉપર સ્વેચ્છાએ લોકો લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. અમેરિકાના બોસ્ટનમાં લેવામાં આવેલો ડ્રોન વિડીયો અહીં આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે જેના ઉપરથી ખ્યાલ આવી જશે કે, કોરોનાએ અમેરિકાની ફાસ્ટ લાઈફ સ્ટોપ કરી દીધી છે.