https://youtu.be/8jpcXi_7RpA
Face Of Nation : સોલા પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર સોલા, ગોતા અને આસપાસના વિસ્તારોમાં ગરીબ પરીવારોને દસેક દિવસ ચાલે તેટલા અનાજ અને કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીની હાલ સમગ્ર વિસ્તારમાં પ્રસંશા થઇ રહી છે. કોરોનાને લીધે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે જેની સૌથી વધુ અસર ગરીબ પરિવારો અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને થઇ રહી છે. આવા પરીવારો ભોજન માટે રીતસરના ટળવળી રહ્યા છે પરિણામે અનેક પરિવારોને પોતાના વતન પરત જવાની ફરજ પડી છે, ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ જે.પી.જાડેજાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોલા પીઆઇએ તેમના સ્ટાફ સાથે મળીને વિસ્તારના તમામ ગરીબ પરિવારનો સર્વે કર્યો હતો અને ત્યારબાદ આશરે 2 હજારથી પણ વધુ કરીયાણા અનાજની કીટો બનાવીને વેચાણ કર્યું હતું. સાથે જ સોલા પીઆઇ જે.પી.જાડેજાએ સૌ પરીવારોને શાંતિથી રહેવા અને પોતાના વતન ન જવા અપીલ કરી હતી સાથે જ તેઓને કોઈ પણ તકલીફ પડે તો પોતે તેમની સેવા માટે સતત હાજર રહેશે તેવું પણ આશ્વાસન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.