Home News લોકડાઉનનું પાલન નથી કરવું ?, તો કાયદાના કોરડા અને લાઠીના પ્રસાદ માટે...

લોકડાઉનનું પાલન નથી કરવું ?, તો કાયદાના કોરડા અને લાઠીના પ્રસાદ માટે તૈયાર રહો

Face Of Nation : સમગ્ર વિશ્વ આજે કોરોનાના કાળાકેરનો સામનો કરી રહ્યું છે. વિશ્વના અનેક દેશો કે જે આર્થીક રીતે કંઈ પણ કરી શકે તેવી સ્થિતિમાં છે તેમ છતાં તેઓ આ મહામારીનો સામનો કરવામાં વામણાં પુરવાર થઈ રહ્યા છે. જ્યાં જ્યાં કોરોના ફેલાયો છે તે તમામ દેશોએ કોરોના કન્ટ્રોલમાં આવી જશે તેમ માનીને તેના કેસોમાં વધારો થયો પછી લોકડાઉન કરવાના નિર્ણયો લીધા, જો કે અમેરીકાએ હજુ સુધી લોકડાઉન કરવાના હુકમ નથી કર્યા તેમ છતાં ત્યાંના નાગરીકો આ મહામારીની ગંભીરતાને લઈને જાતે જ લોકડાઉન થઈ કોરન્ટાઇન થઈ ગયા છે. બીજી બાજુ આ રોગના ફેલાવાની શરૂઆતે જ ભારતની સરકારે લોકડાઉન જાહેર કરીને તમામને ઘરમાં રહેવા અપીલ કરી હોવા છતાં લોકો આ રોગની ગંભીરતાને અવગણી રહ્યા છે. લોકોને કોરોના વાઇરસનો કોઈ ડર ન હોય તેમ બહાર નીકળી પડ્યા છે. પોલીસ રસ્તા ઉપર ફરજ બજાવી રહી છે સાથે જ ગરીબોને અનાજ, કરીયાણું અને ભોજન વિતરણ પણ કરી રહી છે. હાલ અમદાવાદ શહેર સહીત રાજ્યની પોલીસ જ ગરીબોની વ્હારે આવી રહી છે. પોલીસે સેવાકીય સંસ્થાઓ સાથે મળીને તમામ ભુખ્યાને ભોજન પૂરું પાડી રહી છે. તેવામાં સરકાર અને પોલીસોના આદેશનું પાલન કર્યા વિના બહાર નીકળો છો તો કાયદાના કોરડા અને લાઠીના પ્રસાદ માટે તૈયાર રહો.
સોશીયલ સાઇટ્સ ઉપર હાલ પોલીસ મારતી હોવાના અનેક વિડિઓ વાયરલ થઈ રહ્યા છે પરંતુ એવા લોકો તેને લાયક છે કે જેઓ આ રોગની ગંભીરતા સમજ્યા વિના જાણે અજાણે તેના વાઇરસને ફેલાવવાના કાર્ય કરવામાં સામેલ થઇ રહ્યા છે. પોલીસ કોઈને નહીં મારે તો તેમનું કાંઈ લૂંટાઈ જવાનું નથી પરંતુ જો પોલીસ નહીં મારે અને કાયદાનો કોરડો નહીં ઝીંકે તો ચોક્કસ દેશમાં મોટી જાનહાની શરૂ થઈ જશે અને અનેકના પરીવારના સભ્યો લૂંટાઈ જશે. જેથી પોલીસનો માર અને કાયદાનો કોરડો અત્યંત જરૂરી છે. પોલીસ આટલી કડકાઈ દાખવે છે તેમ છતાં લોકો બિન્દાસ્ત બહાર નીકળી પડે છે તો કડકાઈ ન દાખવતી હોય તો શું હાલત થઈ શકે તે તમે સમજી શકો છો. દેશના અને રાજ્યના તમામ નાગરીકોએ કોરોનાની ગંભીરતા સમજવી અત્યંત જરૂરી છે. આ રોગ જો એક વાર તેના ફેલાવામાં સફળ થશે તો ઘરનો દરવાજો ખોલવાના પણ લાયક નહીં રહી શકીએ જેથી સમય પહેલા જાગૃત બનીને સરકાર-પોલીસને સહકાર આપવો અત્યંત જરૂરી છે. જો સહકાર નહીં આપવામાં આવે તો પોલીસ અને સરકારને નાછૂટકે કડક થવું પડશે અને તેના પરીણામો દરેકે બ ભોગવવાની તૈયારી રાખવી પડશે.

પોલીસે ખોટા કારણો બતાવી ટહેલવા નીકળતા લોકોના વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું