Home News ડોક્ટરોની માનવતા : ઇસનપુર પોલીસ સ્ટેશને મેડિકલ કેમ્પ યોજી પોલીસ કર્મચારીઓના હેલ્થની...

ડોક્ટરોની માનવતા : ઇસનપુર પોલીસ સ્ટેશને મેડિકલ કેમ્પ યોજી પોલીસ કર્મચારીઓના હેલ્થની ચકાસણી કરી

Face Of Nation, (Raja Patel, Ahmedabad) : લોકડાઉન સમયે કોરોનાની મહામારી વચ્ચે રસ્તા ઉપર બેખૌફ બનીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અત્યંત જરૂરી છે. જો કે સરકારે આ મામલે કોઈ વિચાર કર્યો નથી પરંતુ ભારત દેશમાં માનવતા હોવાના અનેક ઉત્તમ ઉદાહરણો રોજ પ્રકાશમાં આવતા રહે છે. કેટલાક ડોક્ટરોએ ભેગા મળીને વિનામૂલ્યે શહેરના પોલીસ સ્ટેશનોમાં જઈને ફરજ ઉપર હાજર તમામ પોલીસ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરી આપવાનું વિનામૂલ્યે આયોજન કર્યું છે જેના ભાગરૂપે આજે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ કેમ્પ યોજીને ડોક્ટરોએ તમામ પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઇસનપુર પોલીસ ઇન્સ્પેકટર સહિત સ્ટાફના માણસોએ આ કેમ્પનો લાભ લઈ પોતે સુરિક્ષત હોવાનો હાશકારો અનુભવ્યો હતો.