Home Uncategorized પ્રેમ કદી તૂટે નહીં : કોરોનાગ્રસ્ત પત્નીની સેવામાં પતિ ખડે પગે રહ્યો,...

પ્રેમ કદી તૂટે નહીં : કોરોનાગ્રસ્ત પત્નીની સેવામાં પતિ ખડે પગે રહ્યો, જુઓ Video

Face Of Nation : કોરોના વાઇરસ સામે વિશ્વ લડી રહ્યું છે ત્યારે સૌ લોકો આજે વામણા પુરવાર થઇ રહ્યા છે. સૌથી લાગણીશીલ કહી શકાય તેવી ઘટના ચીનમાં બની હતી. કોરોના વાઇરસની સારવાર હેઠળ રહેલી મહીલાની સેવાર્થે એક વૃદ્ધ પતિ સતત તેની પડખે રહ્યો હતો. ડોકટરો અને મેડિકલ સ્ટાફની વિનંતી છતાં તે તે તેની પત્નીની સારવારમાં લાગેલો હતો. જો કે તેને પણ આ રોગની અસર થઇ હતી જેથી તેનું પણ કોરોના વાઈરસ અંગે નિદાન કરવામાં આવ્યું છે. પીપલ્સ ડેઇલી ચાઇના દ્વારા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેપશન આપવામાં આવ્યું છે, “હું તમને કાયમ માટે પ્રેમ કરીશ,” આ 87 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ તેની પત્નીને મળવા માટે દવાની બોટલ પકડી હતી, તેણે તેની પત્નીને ભોજન પણ પૂરું પાડ્યું હતું. તેને આશા છે કે તેની પત્ની જલ્દીથી સાજી થઇ જશે. આ વિડિઓ પ્રકાશિત કરનાર વેબસાઈટના અનુસાર, આ વૃદ્ધ વ્યક્તિને તેની પત્નીની બાજુમાંના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સંભાળ લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાયરલ ક્લિપમાં, તે પત્નીને ચઢાવવામાં આવેલી દવાની બોટલ પકડીને, પાણી અને ખોરાક આપતો જોવા મળે છે. વિડિઓ જોનારા લોકો પતિ અને પત્ની બંનેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરે છે. એક યુઝરે લખ્યું, “હું આશા રાખું છું કે પ્રેમ વાયરસ ઉપર કાબુ મેળવશે.” બીજા વપરાશકર્તાએ કહ્યું, “જે થાય તે તેઓ સાથે રહેશે. આ પ્રકારનો પ્રેમ કદી તૂટે નહીં.” આ વિડિઓ ક્ષીનહુઆ, ન્યુચાઈના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જુઓ Video

https://youtu.be/uYOeylTfyjg