Face Of Nation : લોકડાઉનમાં વ્યસનીઓને નાકે દમ આવી ગયો છે. પાન-મસાલાના ગલ્લાઓ બંધ થતાની સાથે જ કાળાબજારીઓને ઊંચા ભાવે પાન-મસાલા વેચવા મોકળું મેદાન મળી ગયું છે.સાબરમતી વિસ્તારના કબીરચોકમાં એક વ્યક્તિ મોબાઈલ એસેસરીઝની દુકાન ખોલીને બેઠો હતો જ્યાં કેટલાક લોકો ભેગા થયેલા હતા. જેથી વિસ્તારમાં રહેલો પોલીસ પેટ્રોલિંગમાં નીકળતા તેઓના ધ્યાને આ દુકાન આવી હતી જેને લઈને તેઓએ તપાસ કરતા દુકાનનો માલિક મોબાઈલ એસેસરીઝની આડમાં પાન-મસાલા તેમજ સિગારેટ વેચી રહ્યો હતો. પોલીસે આ મામલે દુકાન માલિક વાગારામ પ્રજાપતિની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સેટેલાઈટમાં પણ રાજીવનગર વિભાગ-2 પાસે પાનનો ગલ્લો ખોલીને કેટલાક લોકોને ભેગા કરીને પણ-મસાલા વેચનાર ભવાનભાઈ પરમારને ઝડપીને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાડજમાં પણ નીલ કોમ્પ્લેક્ષમાં પાન-મસાલાનો ગલ્લો ખુલ્લો રાખીને લોકોને મસાલા-સિગારેટ વેચનારા મનોજ બિયાની નામના વ્યક્તિની વાડજ પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.