Home News ક્રાઇમબ્રાંચ અને ગાયકવાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ

ક્રાઇમબ્રાંચ અને ગાયકવાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ

Face Of Nation : અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ અને ગાયકવાડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કોરોનાને લઈને શહેરમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરી આપવાની જાહેરાત સોલા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલે કરી હતી ત્યારબાદ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ ખાતે શનિવારે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સિમ્સ હોસ્પિટલની મેડીકલ ટીમે દરેક પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે પણ આ હેલ્થ ચેકઅપનો લાભ લીધો હતો અને પોલીસ કર્મચારીઓને પોતાના આરોગ્યની કાળજી રાખવા માટે સૂચના આપી હતી અને પોલીસ સ્ટાફને ઓઆરએસનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રજા માટે પોતાના પરીવારની ચિંતા કર્યા વિના સતત ખડે પગે ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓ અનેક તકલીફોનો સામનો કરતા હોય છે. તેવામાં તેઓ પાસે હેલ્થ ચેકઅપ માટેનો પણ પૂરતો સમય રહેતો નથી ત્યારે સિમ્સ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવતા હેલ્થ ચેકઅપનો તમામ પોલીસ કર્મચારીઓએ લાભ લીધો હતો. સાથે જ આ હેલ્થ ચેકિંગમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખી લાઈનમાં રહેલા પોલીસ કર્મચારીઓએ એક બીજાથી અંતર રાખ્યું હતું.

પોલીસના આરોગ્યની ચકાસણી કરતી મેડિકલ ટિમ

લાઈન બદ્ધ ઉભા રહી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યુ

સ્પેશ્યલ કમિશનર અજય તોમરે ORSનાપેકેટ આપ્યા

પોલીસ કર્મચારીઓના હેલ્થનું ચેકઅપ કરતી મેડિકલ ટિમ