Face Of Nation : પ્રજા અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરી રહી નથી ત્યારે પોલીસને કડકાઈ દાખવવાનો વારો આવ્યો છે. રાજ્ય પોલીસવડાએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, સોસાયટીની અંદર લોકો એકઠા થતા હોવાની અનેક ફરિયાદો મળે છે જેથી હવેથી પોલીસ સોસાયટીની અંદર ચેકીંગ કરવા આવશે અને જો કોઈ પકડાયું તો ગુનો દાખલ કરવામાં આવશે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. ડ્રોન મારફતે પણ પોલિસ તમામ વિસ્તારોમાં નજર રાખશે અને જો કોઈ કાયદાનો ભંગ કરતા જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
કોરોના વાઇરસ 9/11ની ઘટના કરતા પણ ભયાનક છે : ન્યુયોર્કના ડોક્ટરનું નિવેદન