Home News વાડજમાં માતાજીના હવનની વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત રહી પરંતુ ગામવાસીઓ ન...

વાડજમાં માતાજીના હવનની વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત રહી પરંતુ ગામવાસીઓ ન આવ્યા

Face Of Nation : નવાવાડજમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં ડોહલી માતાજીનો હવન કરવામાં આવે છે. આ હવનમાં સમગ્ર નવાવાડજ ગામના લોકો એકઠા થાય છે અને સાંજે ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં આ હવનમાં લોકો ભાગ લે છે જો કે આ વર્ષે પણ નવાવાડજ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાને લીધે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનના પગલે સમગ્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. જો કે પરંપરા મુજબ હવન કરવામાં આવ્યો હતો પરંતુ ગામવાસીઓને આવવા માટે કહેવામાં આવ્યું ન હતું. કારણ કે, લોકડાઉનના અમલના ભાગરૂપે કાયદો વ્યવસ્થા જળવાય તેનું પણ ધ્યાન રાખવાનું હતું. જેથી માત્ર ગામના ત્રણ વ્યક્તિઓ સાથે ભુદેવે હવન પૂરો કરી માતાજીને ધજા ચઢાવી હતી અને કોરોના રોગમાંથી દેશ જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના