ફેસ ઓફ નેશન, 30-03-2020 : લોકડાઉનના પગલે અંતિમધામ પણ શાંત ભાસી રહ્યું છે. જ્યાં મૃતકોને અગ્નિદાહ આપવા વેઇટિંગમાં ઉભું રહેવું પડતું હતું ત્યાં આજે માંડ દિવસમાં પાંચથી દસ મૃતકોને અગ્નિદાહ અપાઈ રહ્યો છે. સાથે જ ડાઘુઓની સંખ્યામાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પ્રત્યેક મૃતક વ્યક્તિ સાથે માત્ર 4 કે 5 લોકોને જ આવવાની પરમિશન આપવામાં આવી રહી છે. લોકોને ભેગા નહીં થવા માટે વિવિધ માધ્યમોથી જાહેરાતો કરવામાં આવી હોવા છતાં સ્મશાનમાં અંતિમ વિધિ માટે 20થી વધુ લોકો ઉપસ્થિત રહે છે, જેના પગલે મ્યુનિ.એ સ્મશાનના કર્મચારીઓને તાકીદ કરી છે કે, અંતિમવિધિ માટે પાંચ વ્યક્તિને જ સ્મશાનની અંદર પ્રવેશ આપવામાં આવે.
હાલ દરરોજ એક કે બે મૃતદેહો આવે છે. સ્મશાનના કર્મચારીએ કહ્યું કે, સ્મશાનમાં પણ ચોકસાઈ રાખવા લોકોને સમજાવવામાં આવે છે. સેનેટાઇઝર સાથે રાખવા પણ તાકીદ કરાય છે. લોકો પણ સહકાર આપી રહ્યા છે.
https://youtu.be/Emt50vQMYb8
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના