ફેસ ઓફ નેશન, 30-03-2020 : લોકડાઉન હોવા છતાં ચારથી વધુ મહિલાઓને ભેગા થઈને વાતો કરવાનું ભારે પડી ગયું હતું. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા શકમ્બા ટાવરના પાર્કિંગમાં કેટલીક મહિલાઓ ભેગી થઈને વાતો કરી રહી હતી. સ્થાનિક લોકોમાંથી કોઈએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા પોલીસે આ તમામ મહિલાઓની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખે છે. હવે મહિલાઓ પણ સાવધાન થઈ જજો. ફ્લેટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે. વસ્ત્રાપુર શકમબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી આઠ મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પોહચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘાટલોડિયા,સાબરમતી, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર, પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ