ફેસ ઓફ નેશન, 30-03-2020 : કોરોનાને લઈને સમગ્ર ભારત લોકડાઉન થઈ ગયું છે. સોમવાર બપોર સુધીના આંકડાઓ અંગે વાત કરીએ તો હાલ સમગ્ર ભારતમાં 1000 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ગુજરાતમાં 62 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. ભારતમાં કોરોનાથી અત્યારસુધી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 102 જેટલા લોકો સારવારથી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આજે ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા ગુજરાત રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃતકઆંક 6 થયો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયા સમક્ષ કોરોના વાઈરસની માહિતી આપી હતી. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 69 છે. જેમાંથી 6 લોકોના મોત થયા હતા. બે દર્દીઓએ કોરોનાને માત આપીને રિકવર થયા છે અને તેમને રજા આપીને ઘરે મોકલી દેવાયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ હજુ બે દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં 32 લોકો વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ઘરાવે છે, 4 આંતરરાજ્ય કેસ છે, જ્યારે અડધા કેસો એટલે કે 33 ટકા લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ