Home Exclusive ગુજરાતમાં કોરોનાની સારવાર હેઠળ સૌથી વધુ મહિલાઓ, આજે વધુ 6 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાની સારવાર હેઠળ સૌથી વધુ મહિલાઓ, આજે વધુ 6 કેસ પોઝિટિવ

ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ,(ધવલ પટેલ) 30-03-2020 : ગુજરાતમાં હાલ કોરોના વાઇરસને લઈને સારવાર હેઠળ રહેલા પુરુષો અને મહિલાઓનો કુલ આંક સામે આવ્યો છે. આ આંકડામાં સૌથી વધુ મહિલા દર્દીઓ છે. ભારત સરકારની જ વેબસાઈટ ઉપરથી મળેલા આંકડા મુજબ કુલ 46 સ્ત્રી અને 23 પુરુષો ગુજરાતમાં કોરોનાની બીમારીમાં સપડાયા છે જેમાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યા છે જો કે આ 6 વ્યક્તિઓમાં મોટાભાગના તમામ લોકો કોઈક ને કોઈક બીમારીથી અગાઉ પીડાતા હતા. ગુજરાતમાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. સૌથી વધુ ઉંમરની એક 75 વર્ષની મહિલા કે જે સાઉદી અરેબિયાથી આવી હતી તે રાજકોટ ખાતે સારવાર હેઠળ છે જયારે સૌથી ઓછી ઉંમરની 21 વર્ષીય મહિલા કે જે લંડનથી આવી હતી તે સુરત ખાતે સારવાર હેઠળ છે.
રવિવારે કોરોના વાઇરસની મહિલા દર્દી સ્વસ્થ થઈ જતા તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધને રજા આપવામાં આવી છે. બને દર્દીઓને 20 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી. ગુજરાત સરકાર છેલ્લા 6 દિવસથી ફોન અને હાઉસ ટૂ હાઉસ સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5 કરોડ 90 લાખ 6 હજારથી વધુ લોકોનો સર્વે કર્યો છે. આમ રોજ લગભગ 99 લાખ લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દાવો કરી રહ્યાં છે. આ સર્વેમાં 86,274 લોકોએ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 69,892એ આંતરરાજ્ય અને 16382એ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. તેમજ 231 લોકોમાં રોગના ચિન્હો જોવા મળ્યા છે. હાલ 18701ને હોમ ક્વોરેન્ટીન, 744 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટીન અને 172ને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટીન મળીને કુલ 19617ને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. ઉપરની તસ્વીર ક્લસ્ટરની છે, જેમાં સમગ્ર ગુજરાતના કેસો દર્શાવવામાં આવ્યા છે.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ