ફેસ ઓફ નેશન, 31-03-2020 : લોકડાઉન બાદ અમદાવાદના નરોડામાં હત્યાનો પહેલો ગુનો નોંધાયો હતો. આરોપી યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી રાજસ્થાન પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ફેસબુકથી પ્રેમમાં પડેલા રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા, જો કે પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશ બેગમા મૂકી ઘર બંધ કરીને ઉદયપુર રાજસ્થાન ભાગી ગયો હતો, જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કરી હોવાની કબૂલાત કરી આત્મસમર્પણ કર્યું હતું જેને લઈને નરોડા પોલીસે ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવક-યુવતી બન્નેના પરિવાર તેમના પ્રેમ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરી રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા. બીજી બાજુ બન્ને પરિવારને આ વાતની જાણ પણ ન હતી. થોડા સમય સાથે રહ્યા બાદ અનુરાગસિંગે તેની માતાને મળવા જવાની વાત કરી ત્યારે કિરણે માતાને મળવાની ના પાડી હતી અને માતાના ચારિત્ર્ય વિશે બીભત્સ વાતો કરવા લાગી હતી, જેથી અનુરાગસિંગએ કિરણનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તેની લાશને કપડા ભરવાની ભેગમાં ભરીને બેગ ઘરમાં મૂકી ઘર બંધ કરીને રાજસ્થાન ઉદયપુર ખાતે ચાલ્યો ગયો હતો. જો કે ત્યાં ગયા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી જેને લઈને ઉદયપુર પોલીસે નરોડા પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, જેથી નરોડા પોલીસના પીઆઈ જે જી પટેલની સૂચનાના આધારે ડી સ્ટાફના પીએસઆઈ ડી કે મારી તથા તેમનો સ્ટાફ ઉદયપુર પહોંચ્યો હતો ત્યાં જઈને આરોપી અનુરાગસિંગને નરોડા ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી