ફેસ ઓફ નેશન, 31-03-2020 : સમગ્ર ભારતમાં એક જ દિવસમાં 208 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 35 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજસ્થાનમાં 20, દિલ્હીમાં 25, મધ્ય પ્રદેશમાં 8, ઉત્તર પ્રદેશમાં 24 જયારે ગુજરાતમાં 7 કેસ નોંધાયા છે. આ આંકડો માત્ર 30-03-2020ના દિવસનો છે જે 29-03-2020ની સરખામણીએ વધ્યો હતો. 29-03-2020ના રોજ કુલ 110 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી હતા. 31-03-2020ના રોજ 10 વાગ્યા સુધી 14 નવા કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 1251 થઈ છે. જેમાંથી 101 સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત થયા છે. મંગળવાર સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પોઝિટિવ 68 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ