Home News પોલીસ લાઠીચાર્જના “MLA AMBAJI” લખેલા વિડીયો વાયરલ, કાંતિ ખરાડીનો ઇન્કાર

પોલીસ લાઠીચાર્જના “MLA AMBAJI” લખેલા વિડીયો વાયરલ, કાંતિ ખરાડીનો ઇન્કાર

ફેસ ઓફ નેશન, 31-03-2020 : અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા અને પોલીસ પ્રજા ઉપર લાઠીચાર્જ કરી રહી હોય તેવા વિડીયો વાયરલ થયા હતા. આ વીડિયોમાં “MLA AMBAJI”લખવામાં આવ્યું હતું. જો કે અંબાજી વિસ્તાર દાંતા મતક્ષેત્રમાં આવે છે અને દાંતાના MLA કાંતિભાઈ ખરાડી છે. આ અંગે ફેસ ઓફ નેશને કાંતિભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવા કોઈ વિડીયો મેં વાયરલ કર્યા નથી, આવા કોઈ વિડીયો મારા ધ્યાને આવ્યા પણ નથી પરંતુ અંબાજીમાંથી વાયરલ કરવામાં આવ્યા હશે. ખેર ! એ તપાસનો વિષય બને છે કે આખરે કોણે “MLA AMBAJI” લખીને આવા વિડીયો વાયરલ કર્યા. આ વીડિયોમાં અંબાજી મંદિરના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા દેખાય છે અને સ્થાનિક પોલીસ દેખાય છે ત્યારે સમગ્ર અંબાજીમાં હાલ આ વીડિયોને લઈ અંબાજી મંદિરના વહીવટદારે કરેલી કામગીરીની ચર્ચા ઉઠી છે તો બીજી બાજુ તમામ લોકોના મનમાં એક સવાલ પણ ઉભો થયો છે કે, શું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારને આમ લાકડી લઈને રસ્તા ઉપર ઉતરી પ્રજાને મારવાનો અધિકાર છે ખરો ?

https://youtu.be/G07O_Z7eTY4