ફેસ ઓફ નેશન, 31-03-2020 : તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીના નાતે કહું છું કે, ગમે તેટલો ખર્ચ કેમ ન કરવો પડે કરીશું પણ કોઈએ રાજ્ય છોડીને જવાની જરૂર નથી.” તેલંગણામાં રહેતા બહારના રાજ્યોના લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે તમે અમારા રાજ્યના વિકાસમાં સેવા કરવા આવ્યા છો જેથી તમે અમારા ભાઈબંધુ અને પરિવાર જેવા છો. તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી અમે અમારા પરિવારની જેમ તમે રાખીશું અને મદદ કરીશું. પ્રત્યેક માણસને 500 રૂપિયા, 12 કિલો ચોખા અને તેઓને જે અનુકૂળ હોય તે પ્રમાણેની મદદ કરીશું. તમારી બધી વ્યવસ્થાઓ અમે કરીશું અને તેનું ધ્યાન રાખીશું, આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ વસ્તુનું જરૂરિયાત હોય તો સરપંચ, ધારાસભ્ય, કોર્પોરેશન, પોલીસ ગમે તે ને મળી શકો છો. ગમે તેટલા હજાર કરોડ ખર્ચવા કેમ ન પડે અમે પાછા નહીં પડીએ.જુઓ Video
https://youtu.be/P4rEo8VPIIo
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી