ફેસ ઓફ નેશન, 31-03-2020 : કોરોનાનો જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે તમામ લોકોને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીના જણાવ્યા અનુસાર માત્ર બે લોકો જ વેન્ટિલેટર ઉપર છે બાકી તમામની સ્થિતિ સારી છે. આજદિન સુધી ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 73 નોંધાઈ છે. ગઈકાલે એક રાજકોટનો એક કેસ અને આજે એક અમદાવાદના 55 વર્ષના પુરુષ અને 32 વર્ષના ખોરજના મહિલા કે જેઓને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો છે તેમને હાલ સારવાર અપાઈ રહી છે. 18 હજાર જેટલા લોકો હજુ હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જેના 14 દિવસ પુરા થાય છે તો ક્વોરેન્ટાઇનમાંથી નીકળી જાય છે. જુઓ Video
https://youtu.be/yrwy0ptTj54
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ