Home News વાડીએ જઈ ભજીયા ખાવા ભારે પડ્યા, પોલીસે ગુનો નોંધી “લાઠી”ના ભજીયા ખવડાવ્યા

વાડીએ જઈ ભજીયા ખાવા ભારે પડ્યા, પોલીસે ગુનો નોંધી “લાઠી”ના ભજીયા ખવડાવ્યા

ફેસ ઓફ નેશન, 31-03-2020 : અમરેલીના સાવરકુંડલામાં વાડી(ફાર્મ હાઉસ)એ જઈને ભજીયા પાર્ટી કરવી ભારે પડી ગઈ હતી. લોકડાઉનના પગલે કેટલાક સુરતીઓ તેમના વતન અમરેલીના સાવરકુંડલામાં આવ્યા હતા. સરકાર અને પોલીસ તંત્રનો આદેશ હોવા છતાં લોકો એક યા બીજા કારણોથી ભેગા થઈને ગપાટા મારે છે અને પોલીસના હાથે ઝડપાઇ જાય છે, પરિણામે પોલીસને ના છૂટકે કડક કાર્યવાહી કરવા મજબુર થવું પડે છે. સુરતથી પોતાના વતન આવેલા કેટલાક લોકો સાથે મળીને તેમની વાડીએ ભજીયા પાર્ટીનું આયોજન કર્યું હતું. સાવરકુંડલાના જીરા ગામે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસે રેડ કરીને તમામને ઝડપી લીધા હતા. ત્યારબાદ તમામને પોલીસ સ્ટેશન લાવીને ગુનો નોંધી “લાઠી”ના ભજીયા પેટ ભરીને ખવડાવ્યા હતા. જો કે આ લોકો હવે ક્યારેય ભજીયા પાર્ટી કરવાનું યાદ નહીં કરે કેમ કે આ ભજીયા પાર્ટી તેમને બહુ મોંઘી પડી હતી.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી