Home Uncategorized લોકસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસને જયારે શહેરી વિસ્તારો ભાજપને ફળશે

લોકસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસને જયારે શહેરી વિસ્તારો ભાજપને ફળશે

Face Of Nation, Gandhinagar : લોકસભાની ચૂંટણીના નગર વાગી ગયા છે. ઉમેદવારો પોત પોતાના પક્ષના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવીને જોરશોરથી પ્રચારના કામમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે સામાજિક આંદોલનોને લઈ લોકસભાના પરિણામો ઉપર તેની સીધી અસર જોવા મળશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ યથાવત રહેશે પરંતુ ગ્રામ્ય વિસ્તારો અસરકારક સાબિત થશે જેને પરિણામે કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં ફાયદો થશે. ખેડૂતો, પાટીદારો અને ઠાકોર સમાજના અનેક લોકો સરકારની કામગીરીથી નારાજ છે. તેવામાં ગ્રામ્ય વિસ્તાર આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે અને ભાજપની સીટોમાં ઘટાડો કરીને મૃતપ્રાય બની ગયેલી કોંગ્રેસને ખાતું ખોલવામાં મદદરૂપ થશે. મતદારોનો મિજાજ જોઈએ તો ભાજપ વિરુદ્ધ કેટલીક બાબતોને લઈને સ્પષ્ટ આક્રોશ દેખાઈ રહ્યો છે તો બીજી બાજુ પાક વીમા સહીત અનેક બાબતોને લઈ ખેડૂતો નારાજ છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન કરનારા પાટીદાર સમાજના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ભાજપની વિરુદ્ધમાં છે તેવામાં આ તમામ પરિબળોનો સીધો લાભ કોન્ગ્રેને મળશે. તો બીજી બાજુ કેટલીક એવી સીટો છે કે જ્યાં અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે જેને લઈને કોંગ્રેસના મત ઉપર તેનો સીધો ફટકો પડશે અને ભાજપને ફાયદો થશે.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રચાર પણ ભાજપને નુકસાન કરાવી શકે તેમ કહેવામાં કોઈ બે મત નથી. હાલના રાજકીય સમીકરણો જોતા પ્રિયંકા ગાંધી મતદારો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ જમાવવામાં મહત્વનો ભાગ ભજવી જશે. કોંગ્રેસ બહુમતીથી જીતી નહીં શકે પરંતુ ભાજપને 2014ની જેમ 26 સીટો ઉપર જીત મેળવવામાં સફળ થવા દેશે નહીં.
લોકસભામાં કુલ 552 સભ્યોની સંખ્યા છે, જેમાંથી 2 વ્યક્તિનું નામાંકન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી કરવામાં આવે છે. 550 સંસદ સભ્યોમાં 20 સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશના હોય છે, જ્યારે 530 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યોમાં વસતીના આધારે સંસદીય સીટની ફાળવણી કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે, જ્યાં 80 સંસદીય બેઠક આવેલી છે. સરકાર બનાવવા માટે 550માંથી કોઈ પણ એક પક્ષે ઓછામાં ઓછી 273 બેઠક પર વિજય મેળવવાનો હોય છે. એટલે કે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં 273 બેઠક જીતવી જરૂરી છે.ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પરંતુ આ વર્ષે ભાજપને તમામ બેઠકો ઉપર જીત મળવી મુશ્કેલ છે.