ફેસ ઓફ નેશન, 31-03-2020 : અમદાવાદ પોલીસનો એક વિડીયો હાલ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયો છે. આ વીડિયોએ શહેર પોલીસનું માથું શરમથી ઝુકાવી દીધું છે. લોકડાઉનના પાલનના ભાગરૂપે પોલીસ કાયદાની કડકાઈ રાખે તે વ્યાજબી છે પરંતુ અતિશયોક્તિ દેખાડીને શાકની લારીઓ ઉંધી કરી દે કે અન્ય જીવનજરૂરિયાત દુકાન માલિકો ઉપર ખોટો રૌફ મારે તે ખોટું છે. જાણવા મળ્યા મુજબ, આ વીડિયોમાં રહેલા પોલીસ કર્મચારીઓ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના છે અને આ વિડીયો વાયરલ થતા તેઓની સામે કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે સાથે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હજુ ગઈ કાલે જ રાજ્ય પોલીસવડાએ પોલીસ વિભાગને સંયમતાથી કામ લેવા જણાવ્યું છે તેવામાં આજે આ વિડીયો વાયરલ થતા પોલીસની પ્રતિષ્ઠા ખરડાઈ છે.સરકારે પોલીસને પાવર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આપ્યો છે નહીં કે ગરીબ માણસ ઉપર તેમની મર્દાનગી દેખાડવાનો. એક ગરીબ શાકભાજી વાળા વહેલી સવારે ઉઠીને જમાલપુર જઈને શાકભાજી લઈ આવી આમ લારી દ્વારા શહેરમાં ફરીને લોકોને ખવડાવે છે ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટરે શાકભાજીની લારી ઉંધી પાડીને કરેલી આ કાર્યવાહી અત્યંત શરમજનક છે. આ કાર્યવાહીથી પોલીસ ઈન્સ્પેક્ટરે ગરીબ ઉપર જુલ્મ ગુજારીને તેમની ખાખીનું ખોટું જોર દેખાડ્યું છે જે વાજબી નથી જ.
https://youtu.be/Xqei86Az3gQ
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ