Home News બોપલ નગરપાલિકા અને વસંતનગર વિભાગ-1ના રહીશો દ્વારા સમગ્ર વિસ્તારને સૅનેટાઇઝ કરાશે

બોપલ નગરપાલિકા અને વસંતનગર વિભાગ-1ના રહીશો દ્વારા સમગ્ર વિસ્તારને સૅનેટાઇઝ કરાશે

ફેસ ઓફ નેશન, 31-03-2020 : કોરોના વાઇરસને લઈને હાલ સમગ્ર શહેરો અને સોસાયટી સહીત જાહેર રસ્તાઓ તથા બસસ્ટેશનોને સૅનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકારના આદેશ પ્રમાણે આ કામગીરી રાજ્યના તમામ શહેરોમાં કરવામાં આવી રહી છે જેને લઈને બોપલ નગરપાલિકા અને વસંતનગર વિભાગ-1ના રહીશો દ્વારા સમગ્ર બોપલ-ઘુમાને સૅનેટાઇઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇની હાજરીમાં આજથી બોપલ વિસ્તારમાં સૅનેટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારમાં રોડ રસ્તાઓ, બીઆરટીએસ બસ સ્ટેન્ડો, જાહેર ઉપયોગીતાના સ્થળો તેમજ તમામ સોસાયટીઓમાં સૅનેટાઇઝની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને લઈને જરૂરી તમામ સગવડો નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવશે.

https://youtu.be/xWxsKOIonHI

કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ